Businessman Seminar

Register for this event
Feb 22 - 22, 2023 10:00 AM To 01:00 PM
• Organiser
PRAJAPITA BRAHMA KUMARIS ISHWARIYA VISHWA VIDYALAYA ( BUSINESS AND INDUSTRY WING )
• Category
Seminar
• Occasion
Golden Jubilee
• Venue
Opp. Kashivishwanath Temple, Radhanpur Road, Mehsana, Gujarat 384001
• Center Phone
09825082813
• Subject/Topic/Theme
Businessman Seminar ( General )
• Speaker
રાજયોગિની બ્ર.કુ. પ્રેમિલાબેન, સંચાલિકા, બ્રહ્માકુમારીઝ, રાધનપુર
• Guests
દશરથભાઈ પટેલ, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, મહેસાણા કેશુભાઈ પટેલ, વાઈસ ચેરમેન, ધી મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, મહેસાણા ખોડાભાઈ પટેલ, ડીરેક્ટર, ધી મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંક, મહેસાણા રાજયોગિની બ્ર.કુ. ગીતાબેન, વરિષ્ઠ રાજયોગ શિક્ષીકા, બ્રહ્માકુમારીઝ, માઉન્ટઆબુ રાજયોગિની બ્ર.કુ. સરલાબેન, અધ્યક્ષ, કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, બ્રહ્માકુમારીઝ, મહેસાણા
• Beneficieries
2075
• Audience Type

• Program Brief
બ્રહ્માકુમારીઝ, મહેસાણા દ્વારા રાધનપુર રોડ પર યોજાયેલ ભવ્ય મેળામાં આજે બુધવારે વેપારીઓ માટે સંતુલિત જીવન અને નીતિયુક્ત વેપાર વિષયક વેપારીઓ માટેનું સંમેલન યોજાઈ ગયું.

મુખ્ય વક્તાના રૂપમાં રાધનપુર સેવાકેન્દ્રના સંચાલિકા રાજયોગિની બ્ર.કુ. પ્રેમિલાબેને વિષયને સ્પષ્ટ કરતાં સમજાવ્યું કે સંતુલિત જીવન એટલે શરીરને જોઈએ છે એ પ્રમાણે પૂરતંં ભોજન આપવું, પરિવારમાં એક બીજા સાથે સ્નેહથી હળી મળીને રહેવું. જીવનની સામાજીક આર્થિક મર્યાદાને અનુકુળ થઈને રહેવું. જીવન જીવવા માટે ધન આવશ્યક છે. પરંતુ આજે પૈસો જ એ પરમેશ્વર છે એમ માનીને ગમે તે રીતે ભાગદોડ કરીને મનુષ્ય ધન એત્રિત કરતો થઈ ગયો છે. ખરેખર વ્યાપાર કરવાની સાથે-સાથે સંતુલન અર્થાત્ આપણા સ્વાસ્થ, પરિવાર, સમાજનું પણ ધ્યાન રાખવાનું છે. સંતુલન ન જળવાય તો જીવનની સુખ-શાંતિ ખોરવાઈ જાય છે. વ્યાપારને અંગ્રેજીમાં BUSINESS કહેવામાં આવે છે. B અર્થાત્ Best Thought અર્થાત્ બેસ્ટ વિચાર દ્વારા વેપાર કરીએ U અર્થાત્ Unity અર્થાત્ એકતા જાળીને વેપાર કરીએ, S અર્થાત્ Service વેપારમાં સેવાભાવ રાખીએ, I અર્થાત્ Intigrity એટલે કે એકાત્મતાના ગુણને ધારણ કરીએ, N અર્થાત્ Not Negative, નકારાત્મકતાને વિદાય આપીએ, E અર્થાત્ Effect એટલે કે સારા કે ખોટાની અસરથી મુક્ત બનીએ, S અર્થાત્ Society એટલે સમાજને પણ વિશેષ મહત્વ આપીએ, S અર્થાત્ Success અર્થાત્ પોતાની સુઝ તેમજ સમય સૂચકતાથી સફળતા મેળવીએ.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દશરથભાઈ પટેલે જણાવ્યું કે ધંધો અર્થાત આપની પ્રોડક્ટની સાથે-સાથે આપના શુભ વિચારો પણ સમાજ અને પુરા રાષ્ટ્ર સુધી પહોંચે. બ્રહ્માકુમારી સંસ્થા પવિત્રતા અને શાંતિના પ્રકંપનો વિશ્વમાં ફેલાવવાનું કાર્ય કરી રહી છે. આપણે પણ એ શાંતિ જીવનમાં ધારણ કરતા કરતા વ્યાપાર કરીએ. સર્વના કલ્યાણ માટે આપણે કાર્ય કરીએ.

બ્રહ્માકુમારીઝ માઉન્ટઆબુથી પધારેલ વરિષ્ઠ રાજયોગ શિક્ષીકા રાજયોગિની બ્ર.કુ. ગીતાબેને જણાવ્યું કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય જે આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ શીખવે છે તેના દ્વારા આપણું આચરણ શ્રેષ્ટ બને છે, સંસ્કારોમાં સુપરિવર્તન આવે છે, વ્યવહાર શુધ્ધિ આવે છે જેના દ્વારા આપણું જીવન સુખી બને છે.

ધી મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન કેશુભાઈ પટેલ, ધી મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંકના ડીરેક્ટર ખોડાભાઈ પટેલે પણ પોતાના શુભ વિચારો રજુ કર્યા.

બ્રહ્માકુમારીઝના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજયોગિની બ્ર.કુ. સરલાબેને રાજયોગનું વ્યાપારી જીવનમાં મહત્વ સમજાવી સામૂહિક રાજયોગ અભ્યાસ કરાવી શાંતિની અનુભૂતિ કરાવી.

બ્રહ્માકુમારીઝ, માણસા સેવાકેન્દ્રના સંચાલિકા રાજયોગિની બ્ર.કુ. પ્રભાબેને આવેલ મહેમાનોનું સમ્માન કર્યું. સેમિનારના પ્રારંભમાં ચાણસ્મા સેવાકેન્દ્રના સંચાલિકા રાજયોગિની બ્ર.કુ. જાગૃતિબેને સર્વનું દિલથી સ્વાગત કર્યું.

• Special Moments
• Cultural Programs
• Testimonials
• Follow Up
• Feedback

Event Media

Queries / Feedbacks

No data to display